વાઘોડિયા: રોપા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતનું દબાણોપર બુલડોઝર ચાલ્યું
વાઘોડિયા તાલુકાના રોપા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયત દ્વારા અનાદિકૃત બાંધકામ અંગે મળેલ અરજી સંદર્ભે દબાણ દૂર કરવા માં આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આજરોજ ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં દબાણ કરતાં દ્વારા કોઈપણ પ્રકારના માલિકીના દસ્તાવેજ રજૂ નહીં કરી શકતા બુલડોઝર ફેરવી બાંધકામને દૂર કરાયું હતું