ખંભાત: લુણેજ ખાતે તું મારી બહેન સાથે કેમ બોલું છું તેમ કહીને લોખંડની પાઇપ લાકડીથી યુવકને ફટકારતા ફરિયાદ.
Khambhat, Anand | Sep 17, 2025 ખંભાત તાલુકાના લુણેજ ગામે રહેતા 19 વર્ષીય યુવકને પ્રેમ સંબંધની અદાવતને લઈને ચાર શખ્સોએ ઝઘડો કર્યો હતો અને બસ સ્ટેશન નજીક લોખંડની પાઇપ તેમજ લાકડીઓથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેમાં લુણેજના જશવંતભાઈ રમેશભાઈ મકવાણાએ જયદીપભાઇ વિજયભાઈ ગોહેલ, પ્રવીણભાઈ તળશીભાઇ રાઠોડ,મયુરભાઈ રૂપાભાઈ ગોહેલ, અને દીપકભાઈ વિષ્ણુભાઈ મકવાણા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. કોળી સમાજના યુવાઓ વચ્ચે થયેલા ઝઘડાની વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ છે.