ભરૂચ એલસીબી સહિતનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સોડગામની નવી વસાહતમાં રહેતો પ્રદીપ ઉર્ફે પદીયો મુકેશ વસાવાએ પોતાના ઘરની પાછળ અડાળીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 357 નંગ બોટલ મળી 93 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને વિરાજ મુકેશ વસાવા,મુકેશ મોહન વસાવાને ઝડપી પાડ્યો હતો.