વિજાપુર: વિજાપુર કોર્ટસંકુલખાતે માતાજીની આરતી ગરબા છપ્પનભોગ અન્નફૂટ પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ હાજર રહ્યા
વિજાપુર કોર્ટ સંકુલ ખાતે બાર એસોસિયેશન વકીલ મંડળ દ્વારા નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ નિમિત્તે કોર્ટ સંકુલમાં ગરબા અને માતાજી ની આરતી અને છપ્પન ભોગ અન્નફૂટ ની પ્રસાદીનો કાર્યક્રમ આજરોજ બુધવારે બપોર ના ત્રણ કલાકે યોજાયો હતો, જેના કારણે સમગ્ર સંકુલમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.આ ધાર્મિક કાર્યક્રમમાં જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટ જજ ડી એ પટેલ અને એસ એસ અજમેરી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.