દસાડા: દસાડા : ખારાઘોડામાં ગેસના સિલિન્ડરની ચોરીથી ફફડાટ, રહીશોએ પોલીસ મથકે કરી રજૂઆત, એક માસમાં ૭ સિલિન્ડરની ચોરી
ખારાઘોડા વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ વધતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ખારાઘોડાની બે મુખ્ય સોસાયટીઓમાં તસ્કરોએ તરખાટ મચાવતા લોકો હવે ઘરની બહાર ગેસના બોટલ રાખતા પણ ડરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ખોડિયાર નગરના ૩૦ જેટલા મકાનો અને જગદીશ સોસાયટીના ૨૦ જેટલા મકાનોમાં ચોરીના બનાવો બન્યા છે.