ગોધરા: 42 ડિગ્રી તાપમાનમાં શ્રમિકોની મજૂરી:સરકારી ગાઈડલાઈન છતાં ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ભંગ
રાજ્યમાં અત્યારે સૂર્યદેવ લાલચોળ થયા છે. આભમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. સરકાર દ્વારા બપોરના સમયે શ્રમિકો પાસે કામ ન કરાવવાના કડક આદેશો છે, પરંતુ ગોધરામાં આ નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. બપોરના સમયે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. સામાન્ય માણસ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે, ત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે શ્રમિકો આ અંગ દઝાડતી ગરમીમાં મજૂરી કરવા મજબૂર બન્યા છે. વહીવટી તંત્