વિજાપુર: વિજાપુર રણસીપુર સહિત ગ્રામ્ય પંથક ઉપર દેશી ના દારૂના અડ્ડા ઓ ઉપર જનતા ની રેડ દેશી દારૂ ના અડ્ડા બંધ કરાવવા માંગ
વિજાપુર રણસીપુર સહિત ના જાગૃત નાગરીકો દ્વારા સતત બે દિવસ માં દેશી દારૂના અડ્ડા બંધ કરવા ની માંગ સાથે જાગૃત નાગરીકો એ રેડ કરી અડ્ડા બંધ કરાવ્યા હતા. દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસ સત્તત રેડ પાડી ગુનાઓ નોંધી રહી છે. પરંતુ અડ્ડા ઓ બંધ થતા નથી જેના કારણે આજરોજ શનિવારે બપોરે બે કલાકે જાગૃત નાગરીકો બહાર આવ્યા હતા. અને વિવિધ અડ્ડા ઉપર રેડ કરી વિદેશી તથા દેશી દારૂ ના અડ્ડા બંધ કરાવવા ની માંગ કરી હતી.