અમદાવાદ શહેર: આનંદનગર તળાવ ફ્રન્ટનો વોક-વે ધસી પડ્યો
ભારે વરસાદના કારણે આનંદનગર તળાવ ફ્રન્ટનો વોક-વે ધસી પડ્યો છે. વોક-વેમાં મોટું ગાબડું પડતાં તંત્રના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. રોજ સવારે આવતા મોર્નિંગ વોકર્સની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને અહીં અકસ્માતનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને તંત્ર પાસે આ જોખમી ભાગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે.