ગોધરા: ગોધરામાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો,ડૉ આશિષ ખરાડી એ માહિતી આપી
પંચમહાલ જિલ્લામાં સ્વચ્છતાના સંકલ્પને વધુ દ્રઢ બનાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાની મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ અંતર્ગત 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત સરદાર નગર હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિજિટલ માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત સરદાર નગર હોલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાઈ ગયો.