કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે દેવદિવાળી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.મંદિરમા બિરાજમાન બાલાજી હનુમાન દાદાને 256 વિવિધ મીઠાઈઓ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનો ભોગ ધરાવ્યો હતો. તો સવારથી મોડી રાત્રી સુધી સત્યનારાણની કથા, રામધૂન,પ્રશાદરૂપે ભોજન, આતસબાજી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. કમોસમી વરસાદને લઇ ખેડૂતો માટે 111 હનુમાન ચાલીસા પાઠ તૅમજ ટ્રસ્ટીશ્રી દ્વારા દેવદિવાળીની તમામ આવક ખેડૂતોને સમર્પિત કરી કરાયું ઉમદા સતકાર્ય.