ખેડાના વડાલા ગેસ પ્લાન્ટ છોકરી નજીક નેશનલ હાઈવે પર એક આઇસર અને LPG ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર આઇસર ટ્રક ખેડા તરફથી આવી રહી હતી તે દરમિયાન LPG ગેસ ટેન્કર વડાલા ગેસ પ્લાન્ટ માંથી બહાર નીકળતા ધડાકા ભીર એલપીજી ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે હાઇવે પર આશરે બે કિ.મી સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી જેને લઇ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે આ અકસ્માતમાં જાનહાની નહીં થતા દુર્ઘટના ટળી છે.