ગોધરા: પંચમહાલ કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં નવીન અને હયાત પાણી પુરવઠા યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે યોજનાઓમાં અવરોધરૂપ બનતા વીજ જોડાણ અને જમીન સંપાદનના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા અધિકારીઓને કડક સૂચના આપી હતી. બેઠકમાં ઓપરેશનલ ઇસ્યુ, વેતન, ક્લોરીનેશન અને 'ગતિ શક્તિ' પોર્ટલના કાર્યોની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, કલેક્ટરે '૧૯૧૬' હેલ્પલાઇન પર મળતી નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી લઈ, પાણી સંબંધિત તમામ મ