શોખીનો માટે 'મહિન્દ્રા થાર' એટલે વટ અને સ્વેગનું પ્રતીક! પરંતુ સુરતના કેટલાક શાતિર ભેજાઓએ આ લક્ઝુરિયસ ગાડીને બનાવી દીધી દારૂની ડિલિવરી વાન! જી હા, સેલવાસથી સુરત તરફ પૂરપાટ ઝડપે દોડતી ગ્રીન કલરની થાર કારમાં સવાર ત્રણ નબીરાઓ પોતાને કોઈ ફિલ્મનો હીરો સમજી રહ્યા હતા. પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે હાઈવે પર વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની બાજ નજર ગોઠવાયેલી છે! પારડી હાઈવે પર ફિલ્મી ઢબે ફિલ્ડિંગ ગોઠવીને પોલીસે એવી બ્રેક મારી કે બુટલેગરોનો તમામ સ્વેગ ધૂળધાણી થઈ ગયો.
સુરત વિભાગના આઈજીપી પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાની કડક સૂચના બાદ દારૂબંધીને લઈને પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન LCB પી.આઈ. એ.યુ. રોઝ અને પી.એસ.આઈ. જે.જી. વસાવાની ટીમના હેડ કોન્સ્ટેબલ તેજપાલસિંહને એક સચોટ બાતમી મળી હતી.
બાતમી એવી હતી કે સેલવાસથી એક ગ્રીન કલરની થાર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સુરત તરફ રવાના કરવામાં આવ્યો છે. બાતમી મળતાં જ LCB ની ટીમે મું
Valsad, Valsad | Oct 4, 2026