આણંદ જિલ્લાના ખંભાત પંથકમાં પતંગની દોરી ઘાતક સાબિત થઈ છે. અલગ-અલગ બે ઘટનાઓમાં પતંગના માંજાએ એક બાળકનો જીવ લીધો છે અને એક યુવકને ગંભીર ઈજા પહોંચાડી છે.જ્યારે ત્રીજી ઘટનામાં ઉત્તરાયણ ઉજવવા ધાબા પર ચઢેલો યુવક નીચે પટકાયો છે.મળતી વિગતોમાં, બદલપૂર સેવરાપુરાના 8 વર્ષીય બાળકનું પતંગ દોરીથી ગળાની નશ કપાઈ જતા મોત થયું છે.જ્યારે બાજીપુરાના યુવકના નાકનો ઉપરનો ભાગ કપાતા 16 ટાંકા આવ્યા છે.જ્યારે કલમસરનો 1 યુવક ધાબા પરથી પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો છે.