ધંધુકા–લીંબડી રોડ પર આવેલ રંગપુર છારોડીયા નજીક CNG પંપ પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધંધુકા તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડ ઝાડ સાથે અથડાતા કાર ચાલક ભાવેશભાઈ ભુપતભાઈ પોરાણીયા ને ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતા થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામ સર્જાતા આસપાસના લોકો અને વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવી મદદરૂપ થયા હતા.