વિજાપુર: વિજાપુર ખરોડ લોખંડ ફેક્ટરી નજીક બેદરકાર બાઇક ચાલકની ટક્કરે વ્યક્તિ ઈજાગ્રસ્ત
વિજાપુર ખરોડ રોડ ઉપર લોખંડની ફેક્ટરી નજીક ગત સાંજે વિનોદજી ઠાકોર ચાલતા ઘેરે જતા હતા.તે દરમિયાન બાઇક મોસા નં. GJ-02-BC-4349ના ચાલકે મોસા ઝડપથી અને બેદરકારીપૂર્વક હંકારી વિનોદજી ને ટક્કર મારતા તેમના જમણા પગ, માથાના પાછળના ભાગ સહિત શરીરના અનેક ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. તેઓએ સારવાર બાદ પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે બપોરે બાર કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.