સુરત, ઉધના વિધાનસભા મતવિસ્તારમાં ચોમાસા દરમિયાન પ્રજાને વારંવાર પડતી સમસ્યાઓનું નિરાકરણ અંગે રજૂઆત કરવામાં આવી છે.
22 મહત્વના મુદ્દાઓ
1. ભેદવાડ ખાડીમાં ડ્રેજિંગ કામગીરીની સંપૂર્ણ વિગતો જાહેર કરવી.
2. પ્રિમોન્સૂન કામગીરી હેઠળ મંજૂર અને સૂચવાયેલા તમામ કામોની યાદી તથા પ્રગતિ રજૂ કરવી.
3. કેમિકલયુક્ત પાણી છોડતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવી.
4. સીલ કરાયેલા એકમો ફરી શરૂ થયા હોય તો જવાબદારી નક્કી કરવી.
5. BRC ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોની તપાસ.
6. ખાડી કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી.
7. ચોર્યાસી-જિયાવ ગામ પાસે ડ્રેનેજ લાઈન બેસી જવાની સમસ્યાનો કાયમી ઉકેલ.
8. ભેસ્તાન લેક ગાર્ડનમાં સુરક્ષા ગાર્ડની નિમણૂક તથા પાછળનો ગેટ બંધ કરવો.
9. ઉધના બસ સ્ટેશનથી સ્વામિનારાયણ મંદિર સુધી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ.
10. પૂર સમયે ફાયર વિભાગ સાથે અસરકારક સંકલન વ્યવસ્થા ઉભી કરવી.
11. વોટર હાર્વેસ્ટિંગ બોરિંગની નિયમિત જાળવણી અને સફાઈ કરવી.
12. પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અને સંપૂર્ણ સફાઈ કરવી.
13. ઉધના મેઈન રોડના ફૂટપાથ અને રસ્તાનું સમારકામ કરવું.
14. ઝાંસી કી રાની ગાર્ડનની સફાઈ અને જાળવણી કરવી.
15. બાયોડાયવર્સિટી પાર્ક નજીક ચાલતી માંસની દુકાનની નિયમોનુસાર તપાસ કરવી.
16. તેરાપંથી ભવનથી ગુરુકૃપા સર્કલ સુધીના ભંગાર વાહનો દૂર કરવા.
17. ભેદવાડ ખાડીમાં દબાણો દૂર કરી ડ્રેજિંગ હાથ ધરવું.
18. 120 ફૂટ બમરોલી રોડ પર જોગર્સ પાર્ક વિકસાવવો.
19. વોર્ડ નં. 28માં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ચેમ્બરોનું ડીસિલ્ટિંગ કરવું.
20. પિયુષ પોઈન્ટ ચાર રસ્તા ખાતે BRTS બસ સ્ટોપ અને બસ સ્ટેશન વિકસાવવું.
21. ફ્લાયઓવર બ્રિજ નીચેના વિસ્તારને ગ્રીન સ્પેસ તરીકે વિકસાવવો.
22. નિયમિત સફાઈ, જાળવણી તથા સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવી.
#krantisamaynews #krantisamay #surat #smc #udhna
Udhna, Surat | Aug 1, 2026