ગોધરા: ગોધરા-મોડાસા હાઇવે પર જોખમી ખાડો બન્યો અકસ્માતનું કારણ, કાર રોડની સાઇડમાં ખાબકી; સ્થાનિકોમાં રોષ
ગોધરા-મોડાસા હાઇવે પર જોખમી ખાડો બન્યો અકસ્માતનું કારણ, કાર રોડની સાઇડમાં ખાબકી; સ્થાનિકોમાં રોષ ગોધરા-મોડાસા હાઇવે પર ગોધરા નજીક આવેલા છબનપૂર ગામ પાસે રોડ પર પડેલા જોખમી ખાડાને કારણે એક કાર અકસ્માતનો ભોગ બની હતી.મળતી માહિતી મુજબ, હાઇવે પરથી પસાર થઈ રહેલી કાર અચાનક રોડ પરના ઊંડા ખાડામાં પછડાતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર બેકાબૂ બની રોડની સાઇડમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકને સદનસીબે સામાન્ય ઇજાઓ પહોંચી