શનિવારની રાતે વાલિયા તાલુકાના સેવડ ગામમાં રહેતા હસમુખ રામસિંગ વસાવા પોતાની બાઇક પર પત્નીને લઈ વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે પ્રકાશ આમલેટ સામે પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા બાઈક સવારે દંપતીની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હસમુખ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાલિયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.