ગોધરા: NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર: છેલ્લા દસ વર્ષમાં દેશભરમાં આશરે 89 પેપર લીક થયાનો દાવો, 'છાત્રોની ગુંજ'
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગોધરા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને યુવાનોના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા અત્યંત ગંભીર વિષય પર સમગ્ર ગુજરાત અને દેશનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા એક પ્રકારની ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેની સીધી અસર ભોગવી