ગોધરા: શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ: અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
ગોધરા શહેરમાં બુધવારે મોડીરાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી.બીજી તરફ, વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે ગોધરાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. હવામાનના આ બદલાવથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ખોરવાયેલી વીજળીને વહેલી તકે પૂર્વવત કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા પ્રયા