Surat Flood: પ્રિ-મોન્સૂન કામગીરી પર લોકોના ગંભીર સવાલ
સુરતમાં પ્રથમ ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અને ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાતા સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો વરસાદ પહેલાં ડ્રેનેજ અને વરસાદી ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી હોત તો નુકસાન ઓછું થઈ શક્યું હોત. પૂરના કારણે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતાં લોકોને આર્થિક નુકસાન થયું હોવાનું તેઓ કહી રહ્યા છે.
બીજી તરફ, અસરગ્રસ્તોને આપવામાં આવતી ₹6,800ની સહાય પૂરતી નથી તેવી ફરિયાદ પણ કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આક્ષેપોની વચ્ચે લોકો પ્રિ-મોન્સૂન કામગીરીની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.
#surat #suratnews #smc #suratflood #flood #premonsoon #drainage #breakingnews #gujaratinews #hotlinenews #gujarat #waterlogging #monsoon #civicissues #latestnews #india #publicissue #update #shorts #news
Udhna, Surat | Jul 15, 2026