અંકલેશ્વર: અંકલેશ્વરના પાનોલીની HDFC બેંક પાસે રસ્તા પર બેઠેલી ગાયના પગ પર ટ્રેલરનું ટાયર ફરી વળ્યું,ગાયને ગંભીર ઇજા પહોંચી હતી
અંકલેશ્વરના પાનોલીની HDFC બેંક પાસે મુખ્ય રોડ પર આજે વહેલી સવારના અરસામાં બે ગાયો બેઠી હતી.તે સમયે ત્યાંથી પસાર થતા એક ટ્રેલરના ડ્રાઇવરે ગાયોને જોઈને હોર્ન મારીને હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાયો ન હટતા તેણે છેવટે રોડના કિનારે કિનારે કાચબા ગતિએ ટ્રેલર કાઢવાનો પ્રયાસ કર્યો આ કરુણ પ્રયાસમાં ટ્રેલરનું પાછલું ટાયર બેઠેલી એક ગાયના પગ પર ચઢી ગયું જેના કારણે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.