વઢવાણ: SOG પોલીસે ધલવાણા ગામેથી બોગસ ડૉક્ટર ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે લીંબડી તાલુકાના ધલવાણા ગામે દરોડો કરી કોઈ પણ જાતની મેડિકલ ની ડિગ્રી વગર લોકોના આરોગ સાથે ચેડા કરી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ક્રિષ્નબાલા સંતોષબાલા નામના બોગસ ડૉક્ટર ને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 14720 ની કિંમતની એલોપેથી દવા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.