બારડોલી: બારડોલીમાં લોકોની તંદુરસ્તી માટે ટાઉન હોલ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ
Bardoli, Surat | Sep 19, 2025 બારડોલીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેર બનાવવાના સંકલ્પને સાકાર કરવાનો છે. નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 2જી ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી લોકોની સુખાકારી અને આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છતા શપથ કાર્યક્રમ, માનવ જોડાણ થકી સ્વચ્છતા ચેઈન કાર્યક્રમ, એક દિવસ, એક કલાક, એક સાથ-સ્વચ્છતા માટે શ્રમદાન, મેડિકલ ચેકઅપ કેમ્પ, વૃક્ષારોપણ ઝુંબેશ, ઝીરો વેસ્ટ ઈવેન્ટ અંગે જનજાગૃતિ જેવા અનેક કાર્યક્રમ યોજાશે