જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજય ની છ ગાઉં ની યાત્રા નો આજે વહેલી સવારે પાલીતાણા જય તળેટી થી જય જય આદીનાથ ના જયઘોષ સાથે પ્રારંભ થયો, આજના દિવસે શેત્રુંજય ગીરીરાજ પર કૃષ્ણના બે પુત્રો પદ્યુંમ્ન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ સાથે આજના દિવસે અહી મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મ માં આજની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા છે, હજાર યાત્રિકો જોડાયા