અંકલેશ્વર: પાનોલી પોલીસ મથકના અકસ્માત મોતના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે યુપીના ફિરોજાબાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
પાનોલી પોલીસ મથકના પી.આઈ. એસ.એમ.દેસાઈના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના એક્સિડન્ટ મોતના ગુનામાં સંડોવાયેલ આરોપી બોબી રામવીરસિંહ યાદવ યુપીના ફિરોજાબાદ ખાતેથી ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે તેના મોબાઈલ નંબરોની સી.ડી.આર મેળવી તેનું એનાલિસિસ કરી ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આરોપી બોબી રામવિરસિંહ યાદવને ઝડપી પાડ્યો હતો.