ભાવનગર શહેર: અશાંત ધારાકાંડમાં એસડીએમ નો ડ્રાઈવર ઝડપાયો,એ ડિવિઝન પોલીસ મથકે કરુવાહી
Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
આજે તરીખ 3 એપ્રિલના રોજ સાંજના 4 કલાકે ભાવનગરમાં ચકચારી અશાંત ધારાકાંડ મામલે પોલીસે FIR નોંધ્યાના ગણતરીના કલાકોમાં જ તત્કાલીન SDM પ્રતિભા દહિયાના ડ્રાઈવરની ધરપકડ કરી છે. આરોપ છે કે, ડ્રાઈવરે "SDM પ્રતિભા દહિયા કામ કરી નાખશે" તેવો વિશ્વાસ આપીને લાખો રૂપિયા પડાવ્યા હતા. નોંધનીય છે કે આ મામલે પ્રતિભા દહિયા પોતે જ ફરિયાદી બન્યા છે, જેઓ હાલ રાજસ્થાનમાં બદલી મેળવી ચૂક્યા છે. પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.