તળાજા: શેળાવદર ગામે થયેલી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક હેઠળ આવેલા શળાવદર ગામમાં થોડા દિવસો અગાઉ થયેલી મારામારીની ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈ ધનાભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત નિપજતાં મારામારીનો બનાવ હવે હત્યામાં પલટાયો છે. મળતી માહિતી મુજબ, રમેશભાઈ ધનાભાઈ જાદવ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં તેમને પ્રથમ તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં રિફર ક