મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત આજે શનિવારે સવારે બારડોલી તાલુકાના 9 ગામોમાં રૂપિયા 945.31 લાખના ખર્ચે 7 રસ્તાઓ 1 આંગણવાડી અને અકોટી પંચાયત ઘરનું ખાતમુહુર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ખોજ ગામેથી ખોજ થી રૂવા પારડી રોડ 2, કિમી રૂપિયા 90 લાખ અને ખોજ પારડી વાઘેચા જોઇનીંગ સ્ટેટ હાઈવે 167 રોડ 3 કિમી રૂપિયા 298 લાખ મળી કુલ રૂપિયા 388 લાખના રસ્તાના કામનું ખાતમુહુર્ત શનિવારે સવારે 10 વાગ્યે થયું