ગોધરા: પંચમહાલ પોલીસ અને એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ગોધરા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પંચમહાલ પોલીસ અને એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, આ કેમ્પનું ઉદ્ઘાટન SP બી. એલ. દેસાઈના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.કેમ્પમાં હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ મથકો તથા શાખાઓના અધિકારીઓ, કર્મચારીઓ અને હેડ ક્વાર્ટરના તાલીમાર્થીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે એકે મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના સંચાલક ફિરદોષ કોઠી પણ ખાસ ઉપસ્થિત