દાંતા: મુખ્યમંત્રી અંબાજી આવતા હોય કોંગ્રેસના શહેર પ્રમુખ તેમજ આપ પાર્ટીના પ્રમુખ અને NSUI ના પ્રમુખને નજર કેદ કરવામાં આવ્યા
આજરોજ અંબાજી ખાતે મુખ્યમંત્રી આવવાના હોય પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ કોંગ્રેસના અંબાજી શહેર પ્રમુખ, આપ પાર્ટીના પ્રમુખને અંબાજીમાં તેમજ NSUI પ્રમુખને દાંતા ખાતે નજર કેદ કરવામાં આવ્યા હતા.ઉપરાંત અંબાજી ના સામાજિક આગેવાનોને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા હાલમાં અંબાજીમાં સુચિત કોરિડોર ના વિકાસ માટે 100 થી વધુ ઘરો દબાણમાં તૂટી રહ્યા હોવાથી આ બધા આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના હતા જેને લઈને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે