ગોધરા: ગોધરાના દાહોદ રોડ સ્થિત શ્રી ગણેશ મંદિરે સંકટહર ચતુર્થી નિમિત્તે ભવ્ય ગણેશ યાગ, હજારો ભક્તોએ લીધા દર્શન અને મહાપ્રસાદનો
આજે પવિત્ર સંકટ ચોથ એટલે કે સંકટહર ચતુર્થીનો પાવન દિવસ છે, ત્યારે સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા પ્રસિદ્ધ શ્રી ગણેશ મંદિર ખાતે આજે સંકટ ચતુર્થીના પવિત્ર નિમિત્તે વિશેષ ગણેશ યાગ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું . વહેલી સવારથી જ ગણેશજીના દર્શન અને આ પવિત્ર યાગના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગણેશ ભક્તો ઉમટી પડ્યા છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્