શિનોર તાલુકાના દિવેર ગામે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સંસ્કૃતિ અને સંગીતનો અદભૂત સંગમ જોવા મળ્યો. મેલડી ગ્રુપ દ્વારા 31મી ડિસેમ્બરના રોજ આયોજિત છઠ્ઠા ભવ્ય લોક ડાયરામાં લોકસંગીતની રમઝટ છવાઈ ગઈ. ટીમલી ટાઈગર તરીકે ઓળખાતા લોક ગાયક કમલેશભાઈ બારોટ, લોકપ્રિય ગાયક અજય વસાવા અને લોક ગાયિકા ઉષા પઢિયારના મધુર સ્વરે ભજનો તથા લોકપ્રિય ગુજરાતી ટીમલી ગીતોએ શ્રોતાઓને ઝૂમાવી દીધા. ડાયરામાં ગુંજેલા ટીમલીના તાલે સમગ્ર માહોલ ઉત્સાહ અને ઉલ્લાસથી ભરાઈ ગયો.