રાજકોટ પૂર્વ: સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક કેથલેબને અલીગઢી તાળાં, કાર્ડિયોલોજી વિભાગનું સંચાલન યુ.એન. મહેતાને સોંપાયું
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલી અત્યાધુનિક કેથલેબને હાલમાં અલીગઢી તાળાં લાગેલા છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છનાં હૃદયરોગના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકતી નથી. અંદાજીત રૂ. 10 કરોડના ખર્ચે સાધનો અને મશીનરી સહિતની વ્યવસ્થા ઊભી કરવા છતાં, નિષ્ણાત તબીબની કાયમી સુવિધાના અભાવે આ મહત્વની સેવા થંભી ગઈ છે. જોકે હાલ કાર્ડિયોલોજી વિભાગનું સંપૂર્ણ સંચાલન અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને જ સોંપી દેવામાં આવતા ટૂંક સમયમાં