ખંભાત: એસ.ઝેડ. વાઘેલા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને નમો કે નામ, રક્તદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
Khambhat, Anand | Sep 16, 2025 દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રમાં સેવા પખવાડિયા અંતર્ગત સેવાકીય કાર્યો યોજાઈ રહ્યા છે.જેના અનુસંધાને ખંભાતની એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ ખાતે "નમો કે નામ, રક્તદાન" અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ઉપસ્થિત રહીને સર્વે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને આ સેવાયજ્ઞમાં જોડાવા બદલ સર્વે રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.જિલ્લા ભાજપા પ્રમુખ સંજયભાઈ પટેલ પણ હાજર રહ્યા.