ગોધરા: ગોધરામાં પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા ૩ વેપારીઓ સામે SOG પોલીસની કાર્યવાહી : રૂ. ૪૧,૨૦૦નો મુદ્દામાલ જપ્ત
ગોધરામાં પ્રતિબંધિત ગ્લુ ટ્રેપના વેચાણ સામે પંચમહાલ SOG પોલીસે કાર્યવાહી કરી છે. વ્હોરવાડ અને મોદીની વાડી વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનો પર દરોડા પાડી પોલીસે ૪૧,૨૦૦ રૂપિયાના ૩૩૬ ગ્લુ બોર્ડ જપ્ત કર્યા હતા. પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો ભંગ કરનાર ત્રણેય વેપારીઓ સામે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ભવિષ્યમાં પણ આવા ક