ગોધરા: પંચમહાલ જિલ્લાના સીમલીયાના જંગલ વિસ્તારમાં બે બાળ દીપડાઓ પર હુમલો : એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલિયા નજીક બારિયાફળી જંગલ વિસ્તારમાં બે બાળ દીપડાઓ મળ્યા, જેમાં એકનું મોત થયું અને બીજું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતું. સ્થાનિક ગ્રામજનોએ ઘટના જોઈ તાત્કાલિક વન વિભાગને જાણ કરી. અધિકારીઓ સ્થળે પહોંચી મૃત દીપડાને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યો. પ્રાથમિક અનુમાન મુજબ પુખ્ત દીપડાના હુમલાની શક્યતા છે, પરંતુ સાચું કારણ જાણવા તપાસ ચાલુ છે.