મહુવા: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બીજા ક્રમનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મેળવતા સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પશુપાલક.
Mahuva, Surat | Feb 13, 2026 ખેડૂતો-પશુપાલકોની મહેનત અને સુઝબુઝ તેમજ સરકારી યોજનાઓના કારણે પશુપાલન ક્ષેત્ર ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિશાલ કાયમ કરી છે. પિતા ખંડુભાઈએ માત્ર ૪ પશુઓથી પશુપાલનની યાત્રાને પુત્ર પપ્પુભાઈએ આજે કુલ ૧૨૦ નાના-મોટા, દુધાળા પશુઓના મુકામ સુધી પહોંચાડી છે.