મહુવા: વલવાડા કેળવણી મંડળમાં સન્માન અને વિદાય સમારંભ સાથે સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.
Mahuva, Surat | Feb 18, 2026 અંબિકા તાલુકાના વલવાડા ખાતે આવેલ શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે સંસ્થાના માજી ખજાનચી બીપીનચંદ્ર ભટ્ટ નો સન્માન સમારંભ તથા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો શુભેચ્છા તથા વિદાય સમારંભ શાળાના વાતાનુફુલિત હોલમાં યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સતિષભાઈ પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેમજ માજી ખજાનચી સાથે ના ભૂતકાળ ની વાતો વાગોળી હતી.તેમજ સામાન્ય સભા યોજાઈ હતી.