મોરવા હડફના માતરીયા(વે) ગામમાં રહેતા શાંતાબેન પંકજભાઈ બારીયા અને તેમના સાથી ૧૦ બહેનો માટે જીવન એક સંઘર્ષ સમાન હતુ તેમણે પોતાના ખેતરમાં 'ફુલવાડી' બનાવીને ગુલાબ અને ગલગોટાના છોડ રોપ્યા.શાંતાબેને ફૂલોનું બજારમાં વેચાણ કરીને ₹.45,000ની કુલ આવક મેળવી, જેમાંથી ખર્ચ બાદ કરતા તેમને ₹37,000નો ચોખ્ખો નફો થયો છે. આ આવકને કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે જેની માહિતી તા.28 ફેબ્રુઆરી શનિવારના રોજ પ્રાપ્ત થઈ હતી