ભાવનગર શહેર: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે કુલપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ કરાયો
Bhavnagar City, Bhavnagar | Jul 1, 2026
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે હોબાળો કરાયો હતો. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે વર્ષ 2025માં મેડિકલ કોલેજ ખાતે બનેલી રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીઓની સજા માફ કરવામાં આવતા આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં યુનિવર્સિટી ખાતે પહોંચી કુલપતિ સમક્ષ રજૂઆત કરી હોબાળો કરાયો હતો અને વિરોધ પ્રદર્શન કરાયું હતું.