ગોધરા: વોર્ડ નં. ૫ ના અપક્ષ કાઉન્સિલર જીનલબેન સોની કેસરીયા રંગે રંગાયા, ભાજપને આપ્યું સમર્થન
ગોધરામાં રાજકીય ગરમાવો: વોર્ડ નં. ૫ ના અપક્ષ કાઉન્સિલર જીનલબેન સોની કેસરીયા રંગે રંગાયા, ભાજપને આપ્યું સમર્થનગોધરા શહેરના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નં. ૦૫ ના લોકપ્રિય અને અપક્ષ વિજેતા ઉમેદવાર જીનલબેન સંજયકુમાર સોનીએ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.