આણંદ શહેર: આણંદ કલેક્ટર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં હાલમાં માત્ર એક જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાના કારણે અરજદારોને ભારે હાલાકી
વિવિધ પ્રમાણપત્રો, આવક-જાતિ દાખલા સહિતની સેવાઓ માટે રોજ મોટી સંખ્યામાં લોકો કેન્દ્ર પર આવે છે, પરંતુ સ્ટાફની અછતને કારણે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.આ પરિસ્થિતિના કારણે કેન્દ્રમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે અને અનેક નાગરિકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દુરથી આવતા લોકો માટે મુશ્કેલી વધી રહી છે.સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે વધારાના કોમ્પ્યુટર ઓપરેટર મુકવાની માંગ ઉઠાવવામાં આવી છે