તારાપુર: તારાપુર વટામણ હાઈવે પર સુપ્રીમ હોટલ નજીક બનેલ હિટ એન્ડ રન કેસનો તારાપુર પોલીસે ભેદ ઉકેલ્યો
Tarapur, Anand | Jul 29, 2026 તારાપુર વટામણ હાઈવે રોડ ઉપર સુપ્રીમ હોટલ નજીક એક હિટ એન્ડ રન કેસ બનવા પામ્યો હતો.જેનો તારાપુર પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે.સદર હિટ એન્ડ રન કેસની તપાસ પી.એસ.આઈ ડી.કે.વાઘેલાને સોંપવામાં આવી હતી.હાઇવે પરના સીસીટીવી અને ઈ ગુજકોપની મદદથી પીક અપ ડાલાના ચાલકને ઝડપી પાડ્યો હતો.ભાવનગરના સિહોર તાલુકાના રામધરી ભડિયું વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મનજીભાઈ રવજીભાઈ ભેડા (ઉ.વ. 36)ને ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.