લીંબડી: લીંબડી હાઇવે પર અજાણ્યા રિક્ષા ચાલકે મુસાફર મહિલા ને માર મારી પૈસા ચોરી લઇ ભાગી છુટ્યાની ફરિયાદ લીંબડી પો સ્ટેશને નોધાઇ
તા. 10 નવેમ્બર બપોરે 3 કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ લીંબડી થી વઢવાણ તરફ જવા ઉભેલા મહિલા તુલશીબેન એક રીક્ષામાં બેસી જતા હતા ત્યારે આ અજાણ્યા રીક્ષા ચાલકે ખેતરના માર્ગે લઇ જઇ આડી અવડી રીતે સ્પિડમાં રીક્ષા ચલાવતા રીક્ષામાં થી પડી જતા માથાના ભાગે તથા શરીરે મુઢ ઇજાઓ પહોંચી હતી જે દરમિયાન રૂ. 20 હજાર ચોરી છુપી થી કાઢી લઇ વાળ પકડી રીક્ષામાં બેસાડી દઇ શિયાણી ની પોળ પાસે ઉતારી દઇ ભાગી છૂટયા ની ફરિયાદનોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.