ખંભાત: મીતલી ગામના દંપતી ઉતરાયણ ઉજવવા ધોળકા જતા હતા ને અકસ્માત નડ્યો, ટ્રેકટરની ટક્કરથી પતિનું મોત, પત્ની ઘાયલ
ખંભાત તાલુકાના મિતલી ગામના રહેવાસી દિનેશભાઈ મનુભાઈ રાઠોડ અને તેમના પત્ની પારુલબેન ઉતરાયણનો તહેવાર મનાવવા માટે બાઈક પર સવાર થઈને ધોળકાના કાદીપુર ગામે પોતાના સાસરીમાં જઈ રહ્યા હતા.વટામણ-તારાપુર હાઈવે પર 'જય માડી હોટલ' પાસે સામેથી પૂરઝડપે અને ખોટી દિશામાં (રોંગ સાઈડ) આવી રહેલા એક ટ્રેક્ટરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.પારુલબેન હાથે-પગે ફેક્ચર છે.