અંકલેશ્વર: અંકલેશ્વર- હાંસોટ પંથકમાં પ્રથમ નોરતે જ મેઘરાજાનું આગમન, પવન સાથે ધોધમાર વરસાદ થયો
અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તારીખ 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. હાંસોટ પંથકમાં ગતરોજ પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો