કડી: કડીની ધરતી સીટી માં રહેતા શિક્ષકનું પાડોશમાં રહેતું દંપતિ 62.50 લાખનું ફુલેકું ફેરવી ઘરને તાળું મારી ફરાર
Kadi, Mahesana | Sep 26, 2025 કડી શહેરની ધરતી સીટી સોસાયટીમાં રહેતા શિક્ષક સાથે પાડોશમાં રહેતા દંપત્તિએ 62.50 લાખની છેતરપિંડી કરતા કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કડીના મૂળ વિસતપુરા ના વતની અને હાલ સુજાતપુરા રોડ ઉપર આવેલ ધરતી સીટી સોસાયટીમાં રાધે વિભાગમાં રહેતા પટેલ વિષ્ણુભાઈ મોહનભાઈ જેઓ દસ્કોઈ અમદાવાદ ખાતે શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરે છે. તેમના પાડોશમાં સુરેન્દ્રનગરના ધાંગધ્રા પાસે આવેલ ગુજરવદી ગામના પટેલ કાંતિભાઈ ધરમશીભાઈ રહેતાં હતા.