નગાસર મધ્યે સ્ટોરેજ બનાવી ચારે તરફ વોકવે બનાવી બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું, ત્યારે અરસા પહેલા બનાવેલ આ વોકવે હાલ જાળવણીના અભાવે વેરાન બન્યો છે. હાલ શિયાળાની ઋતુ છે, રાપરના શહેરીજનો વહેલી પરોઢે તેમજ રાત્રે વોકિંગ માટે બહોળી સંખ્યામાં આવે છે.વોકવે પરના ખાડાઓ ઘણા સમયથી લોકો માટે ભયરૂપ બન્યા છે. આ ખાડા નજીક કોઈ એલઇડી લાઈટ નથી, કે તેને સુરક્ષિત કરવામાં પણ આવ્યા નથી.